મોરબીની સગીરાને અલગ અલગ સ્થળોએ લઇ જઈને દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

 

મોરબીમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ સ્થળોએ લઇ જઈને દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦ હજાર દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને વળતર આપવા હુકમ કર્યો છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૧-૦૬-૨૦૨૨ ના રોજ ફરિયાદીની ૧૫ વર્ષ ૧૦ માસની સગીર વયની દીકરીને આરોપી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જઈને રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ, તળાજા અને ધંધુકા સહિતના સ્થળે લઇ ગયો હતો જેમાં ભાવનગર અને સુરત ખાતે આરોપીએ સંબંધીના રહેણાંક મકાને ભોગ બનનારની મરજી વિરુદ્ધ ત્રણ-ચાર વખત શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી

 

જે કેસ સ્પે. (પોક્સો) જજ અને એડીશનલ સેશન્સ કોર્ટ, મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ નીરજ કારીઆએ ૧૩ મૌખિક પુરાવા અને ૩૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને આરોપી ગૌતમ ઉર્ફે નીલેશ શાંતિલાલ વોરા (ઉ.વ.૨૩) રહે મોરબી નવલખી રોડ શાંતિનગર વાળાને દુષ્કર્મ અને પોક્સો કલમો હેઠળ કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦ હજાર દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને આરોપી દંડની રકમ ચુકવે તે સહીત રૂ ૪.૨૦ લાખ વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.