હળવદના મયાપુર ગામે ટ્રેક્ટરની ટ્રોલીનું વહીલ ફરી વળતા બે વર્ષની બાળકીનું મોત

હળવદના મયાપુર ગામની સીમમાં કોયાવાળી સીમમાં બાળકીને ટ્રેકટરની ટ્રોલી નીચે સુવડાવેલ હોય દરમિયાન બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા બે વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના અજીતગઢ ગામ રહેતા સુનીલભાઈ રતનભાઈ વાનિયા ના પત્ની એ તેની દીકરી ચાંદની (ઉ.૨)ને માયાપુર ગામે કોયાવાળી સીમમાં ટ્રેક્ટર જીજે ૩૬ એપી ૦૪૬૬ ની સાથે ટ્રોલી ના છાયડામાં સુવાડેલ હોય ત્યારે ચાંદનીના માસીના દીકરાઓ કાનો (ઉ.૧૦) અને આનંદ (ઉ.૭) બંને રમતા રમતા ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રોલી નીચે ચાંદની સુતી હતી ત્યારે ટ્રેક્ટરના ટ્રોલીનું વ્હીલ ફરી વળતા ચાંદનીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.