મોરબીની કલરવ હોસ્પિટલ ખાતે પ્રસુતાને આચકી આવતા માતા-પુત્રના મોત

મોરબીના શનાળા રોડ પર આવેલ કલવર હોસ્પિટલમાં પ્રસુતાને સીડી ચડતા અચાનક અચકી આવતા બેભાન થઇ જતા માતા અને ગર્ભમાં રહેલ બાળક બંનેના મૃત્યુ નીપજ્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ પાછળ હદાણીની વાડીમાં રહેતા કીર્તિબેન મહિપતભાઈ કણઝારીયા (ઉ.૨૯) ને પ્રસુતિ પીડા ઉપાડતા મોરબી કલવર હોસ્પિટલ ખાતે લઇ આવતા હોસ્પીટલની સીડીઓ ચડતા અચાનક ક્રીતીબેનને આચકી આવતા બેભાન થઇ જતા કલરવ હોસ્પિટલના ડોકટરે તપાસી કીર્તિબેન તથા ગર્ભમાં રહેલ બાળકબનેને મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ બંનેના મૃતદેહને ફોરેન્સિક પી એમ માટે રાજકોટ ખસેડાયા હોવાની માહિતી મળી છે

Leave A Reply

Your email address will not be published.