માળિયા હાઈવે પર બોલેરોની ઠોકરે જૈન સાધ્વી સહીત બે મહિલાઓને ઈજા

 

માળિયા નેશનલ હાઈવે પર જૈન સાધ્વી અને તેના સેવકો ચાલીને જતા હતા સેવક વ્હીલચેરમાં જૈન સાધ્વીને બેસાડી જતા હતા ત્યારે બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં જૈન સાધ્વી અને સેવિકાને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

ગાંધીધામ કચ્છના રહેવાસી નરેશકુમાર નરશીભાઈ મકવાણા (ઉ.વ.૩૭) વાળાએ બોલેરો જીજે ૧૯ વાય ૭૭૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ જુલાઈના રોજ સવારના છ વાગ્યે ફરિયાદી નરેશ, તેના માતા રતનબેન નરશીભાઈ મકવાણા અને જૈન સાધ્વી મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામી બધા હરીપર ગામ જૈન વિહારધામથી પગપાળા ચાલીને સુરજબારી ખાતે આવેલ જૈન વિહારધામ જવા નીકળ્યા હતા માતા રતનબેન મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામીની વ્હીલચેર ચલાવતા હતા અને ફરિયાદી નરેશ તેની પાછળ ચાલતો હતો સાડા સાતેક વાગ્યે માળિયા ચેક પોસ્ટથી આગળ બ્રીજ પાસે પહોંચતા પાછળથી આવતી બોલેરો પીકઅપ ચાલકે માતા રતનબેન અને મહાસતીજીને પાછળથી આવીને ઠોકર મારી હતી

 

જે અકસ્માતમાં માતા રતનબેનને હાથ અને પગ તેમજ કમરમાં તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી અને મહાસતીજીને માથાના તેમજ હાથ પગમાં સમાન ઈજા પહોંચી હતી માળિયા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.