


હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી – ૨) ડેમ રૂલ લેવલ મુજબ ૯૦ ટકા ભરાઈ ગયો છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નાદીનમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી નીચાણવાળા ગામોના લોકોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે
બ્રાહ્મણી ૨ ડેમ ૯૦ ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામો જેવા કે સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ એમ નવ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવી તેમજ માલ મિલકત અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા સુચના આપવામાં આવી છે