


મોરબીમાં ભરવાડ સમાજ અને રબારી સમાજના આરાધ્ય દેવ શ્રી મચ્છુ માતાજી તથા શ્રી પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૬ જુલાઈને ગુરુવારે સવારે ૯ : ૩૦ કલાકથી મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
મચ્છુ માતાજીના રથ સાથેની ભવ્ય રથયાત્રા મહેન્દ્રપરામાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી પ્રારંભ થશે રથયાત્રામાં માલધારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાશે રસ્તામાં દાંડિયારાસ, હુડો સાથે અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે ઝૂમતા રથયાત્રા શહેરના પરાબજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક અને દરબારગઢ પહોંચશે જ્યાં મચ્છુ માતાજી મંદિર ખાતે રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે
સમગ્ર રથયાત્રાના રૂટ પર નગર દરવાજા ચોક, ગ્રીન ચોક, દરબારગઢ સહિતના સ્થળોએ પાણી, શરબત, છાસ અને દૂધ કોલ્ડ્રીંકસ અને લચ્છી સહિતના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે રથયાત્રામાં સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાશે, રથયાત્રાનું વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવશે