બેલા ગામની સીમમાં ટીપર ટ્રકે ડબલસવારી બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ઈજા

 

બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર ડબલ સવારી બાઈકમાં બે યુવાનો જતા હતા ત્યારે ટીપર ટ્રકના ચાલકે સામેથી વાહન અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કરણભાઈ ઉર્ફે કાળું કાન્તીભાઈ સોલંકીએ ટીપર ટ્રક જીજે ૩૯ ટી ૭૮૩૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે કે ફરિયાદીના મિત્ર રાજુભાઈ દિલીપભાઈ અજનારે (ઉ.વ.૨૮) અને શીવાભાઈ રાધેશ્યામભાઈ વાસ્કેલ (ઉ.વ.૨૫) બંને બાઈક જીજે ૦૪ ઈએન ૭૯૩૨ લઈને રંગપર બેલા ગામથી ખોખરા હનુમાન રોડ પર ભરતનગર તરફ આવતા હતા ત્યારે પોલો સર્કલ પાસે એક ટીપર ટ્રક જીજે ૩૯ ટી ૭૮૩૮ ના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને સામેથી ભટકાડી અકસ્માત કર્યો હતો

જે અકસ્માતમાં બાઈક ચાલક રાજુભાઈ અજનારેને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું તેમજ શીવાભાઈ વાસ્કેલને શરીરે ગંભીર ઈજાઓ કરી અને મોટરસાયકલમાં નુકશાન કરી સ્થળ પરથી પોલીસને જાણ કર્યા વગર નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.