ટંકારાના જબલપુર નજીક કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા બેના મોત, એકને ઈજા

કાર ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલ્ટી મારી વીજપોલ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત

 

 

રાજકોટના રહેવાસી ફ્લાવર ડેકોરેટરનું કામ કરતા યુવાન અને તેના મિત્રો કાર લઈને મોરબી રાજકોટ હાઈવે પરથી જતા હોય ત્યારે કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી રોડ સાઈડમાં આવેલ વીજ થાંભલા સાથે અથડાતા કાર ચાલક અને આગળની સીટમાં બેસેલ બે વ્યક્તિના મોત થયા હતા જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી

 

રાજકોટના જામનગર રોડ પર રહેતા જીવણભાઈ સવજીભાઈ ડાભી (ઉ.વ.૩૯) નામના યુવાને કાર જીજે ૦૩ પીઆર ૫૯૩૮ ના ચાલક અમનભાઈ ગણેશભાઈ બાબરિયા (ઉ.વ.૨૭) રહે રાજકોટ માધાપર ચોકડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અમનભાઈ બાબરિયાએ પોતાની સ્વીફ્ટ કાર ફૂલ સ્પીડમાં ચલાવી ટંકારાના જબલપુર ગામ નજીક કાર પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી

 

કાર પલ્ટી મારી રોડ સાઈડમાં આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી જીવણભાઈ ડાભીને હોઠ અને વાસાના ભાગે ઈજા પહોંચી હતી તેમજ કાર ચાલક અમનભાઈ બાબરિયા તેમજ આગળ સીટમાં બેસેલ પ્રભાતભાઈ લામકાને ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.