




નવલખી ફાટક પાસે રેલ્વે પાટા ક્રોસ કરતી વખતે ૬૦ વર્ષીય વૃદ્ધ ટ્રેનની અડફેટે ચડી જતા ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના નવલખી ફાટક પાસે ઝુપડામાં રહેતા ભરતભાઈ રાયમલભાઈ નગાણી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૧૪ ના રોજ બપોરે નવલખી ફાટક બ્રીજ નીચે રેલ્વે પાટો ક્રોસ કરવા જતા ટ્રેન હડફેટે ચડી જતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
