

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક એક્ટિવાને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂ. ૬૦,૨૪૦નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબી ચોક પાસેથી પસાર થતા એક્ટિવા (નંબર GJ-36-AQ-0041) ને પોલીસે અટકાવ્યું હતું. આ વાહનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬ બોટલો કિંમત રૂ. ૧૦,૨૪૦ મળી આવી હતી. આ મામલે પોલીસે ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વિષ હકુભા ઝાલા (ઉ.વ. ૨૬) અને મનોજ ઉર્ફે મિસ્ત્રી કિશોરભાઇ થારેચા (ઉ.વ. ૫૨) ની અટકાયત કરી છે. પોલીસે દારૂની બોટલો અને રૂ. ૫૦,૦૦૦ની કિંમતનું એક્ટિવા મળી કુલ રૂ. ૬૦,૨૪૦નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


