મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા ટ્રક ચાલકનું ડમ્પરની ઠોકરે મોત

 

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રક લઈને નીકળેલા ચાલક ટ્રક પાર્ક કરીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ડમ્પર ચાલકે હડફેટે લીધા હતા અને પેટના ભાગે ટાયર ફેરવી દેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો

 

ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચીયા (ઉ.વ.૨૨) વાળાએ આરોપી અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટા બાપુ ,મહેશભાઈ દેશુરભાઈ બરબચીયા ટ્રક ડ્રાઈવિંગનો ધંધો કરતા હોય અને ગત તા. ૨૦ ના રોજ મોટા બાપુ મહેશભાઈ અને તેની સાથે ડ્રાઈવર અશોકભાઈ જોષી બંને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર રીજેનટા હોટેલ સામે રોડ પર ટ્રક પાર્ક કરી રોડ ક્રોસ કરતા હતા

 

ત્યારે ટ્રક ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી મહેશભાઈને હડફેટે લીધા હતા અકસ્માતમાં મહેશભાઈના પેટના નીચેના ભાગે ડમ્પરનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ડમ્પર ચાલક વાહન લઈને નાસી ગયો હતો સીટી બી ડીવીઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.