માળિયા સુરજબારી પુલ નજીક સાઈડ કાપવા જતા બોલેરો ટ્રક સાથે અથડાતા એકનું મોત
બોલેરોમાં સવાર મહિલા સહીત ત્રણને ઈજા પહોંચી, એક નું મોત


કચ્છ મોરબી હાઈવે પર સુરજબારી પુલથી માળિયા તરફ આવતા રોડ પર બોલેરો પીકઅપ ચાલક ઓવરટેક કરવા જતા બોલેરો ટ્રક સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં બોલેરોમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જયારે એક પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કરણભાઈ મથુંભાઈ હળવદીયા (ઉ.વ.૩૫) વાળાએ બોલેરો જીજે ૩૬ ટી ૩૨૮૮ ના ચાલક સુનીલભાઈ અજીતભાઈ હળવદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બોલેરો ચાલકે પોતાની બોલેરો પીકઅપ પુરઝડપે ચલાવી માળિયા કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પાસે આગળ જતા ટ્રકની સાઈડ કાપવા જતા બોલેરો ખાલી સાઈડ અજાણ્યા ટ્રક પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો
અકસ્માતમાં ચાલકે પોતાને માથામાં અને છાતીના ભાગે ઈજા કરી તેમજ ફરિયાદી કરણભાઈ, ઘનશ્યામભાઈ હળવદીયા અને આકાશને ઈજા કરી હતી અને અન્ન નામના હિન્દી ભાષીને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


