

વાંકાનેર શહેરની વિવિધ હોટેલના કમ્પાઉન્ડમાં નકલી ઓઈલ વેચતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૨૭ હજારથી વધુનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મહારાષ્ટ્રના રહેવાસી પરશુરામ સુખદેવ કારંડેએ આરોપીઓ દીપકકુમાર રામબહાદુર કશ્યપ, ફુઆરામ મુલારામ જાટ અને રાજુ ભીમાભાઇ ઓળકીયા એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓ TATA DEF (યુરીયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરોનો ઉપયોગ કરી ડુપ્લીકેટ (નકલી) ઓઈલ (યુરીયા) વેચાણ કરતા અલગ અલગ હોટેલ કમ્પાઉન્ડમાંથી આરોપીઓ ઝડપાયા હતા જેમાં આરોપી દીપકકુમાર કશ્યપ પાસેથી ભરેલ ડોલ નંગ 10 કીમત રૂ 10 હજાર, આરોપી ફુઆરામ જાટ પાસેથી ભરેલ ડોલ નંગ ૦૪ કીમત રૂ ૪૦૦૦ અને આરોપી રાજુ ઓળકીયા પાસેથી પાઈપ ઝોનલ સાથેનો નંગ 01 કીમત રૂ ૧૦૦૦ તથા ૨૦૦ લીટર DEF યુરીયા અને ટાંકી સહીત કુલ રૂ ૨૭ હજારનો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો છે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે