વાંકાનેરના હસનપર નજીક બંધ ટ્રક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રીના મોત, પત્નીને ઈજા

 

હસનપર ઓવરબ્રિજ પાસેથી બાઈકમાં દંપતી તેની દીકરી સાથે જતું હતું ત્યારે બંધ ટ્રક સાથે બાઈક અથડાયું હતું જે અકસ્માતમાં 5 વર્ષની માસૂમ દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે માતા અને પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં પિતાનું પણ મોત થયું હતું અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેર તાલુકાના નવી રાતીદેવરી ગામના રહેવાસી રમેશભાઈ ગાંડુભાઈ પરબતાણી (ઉ.વ.૫૨) વાળાએ ટ્રક જીજે ૩૬ વી ૨૨૩૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટ્રક ચાલકે તેનો ટ્રક નેશનલ હાઈવે પર કોઈ આગળ પાછળ આડશ કે લાઈટ સિગ્નલ વિના રાખ્યો હતો અને ફરિયાદીના દીકરા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી (ઉ.વ.૨૪) વાળા તેનું બાઈક લઈને જતા હતા ત્યારે હસનપર ઓવરબ્રિજ પર બાઈક બંધ ટ્રક સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા મયુરભાઈ અને તેની દીકરી પ્રીતિ (ઉ.વ.૦૫) વાળીને ગંભીર ઈજા પહોંચતા મોત થયા હતા અને મયુરભાઈની પત્ની ભાવનાબેનને માથામાં નાની મોટી ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.