મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પરિણીતા સહીત ત્રણના મોત

            મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં પરિણીતા સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે

            પ્રથમ બનાવમાં મોરબીના સત્યમપાન વાળી શેરીમાં શ્રીજીનગરના રહેવાસી કાજલબેન ભાવિકભાઈ મલાર (ઉ.વ.૨૫) નામની પરિણીતા પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ૧૦ માસનો હોવાનું જાણવા મળ્યું છે એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

          બીજા બનાવમાં મોરબીના જીકીયારી ગામના રહેવાસી રમેશભાઈ ભલાભાઈ સોલંકી (ઉ.વ.૪૫) નામના આધેડ પોતાના ઘરે હોય ત્યારે હાર્ટ એટેક આવી જતા બેભાન હાલતમાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

            ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામે રહેતા મનોજભાઈ શામજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) વાળા પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી અને વાંકાનેર પોલીસે ત્રણેય બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.