

ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા જતા રોડ પર ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
મોરબીના ત્રાજપરમાં રહેતા સંતોષ શામજીભાઈ જંજવાડિયા (ઉ.વ.૩૦) વાળાએ ટ્રેઇલર ટ્રક આરજે ૧૯ જીએફ ૫૫૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ રાત્રીના નવ વાગ્યે ફરિયાદીના સાળા હિતેશભાઈ બાઈક જીજે ૩૬ એબી ૪૨૨૮ લઈને ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા ગામ તરફ જતા હતા ત્યારે સિરામિક નજીક ટ્રેઇલર ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના સાળા હિતેશને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે