હળવદમાં જમીનના સોદામાં ૫ લાખની વધારાની માંગણી કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી

હળવદના વેગડવાવ રોડ પર જમીન લે-વેચના વ્યવસાયમાં ભાગીદારી ધરાવતા બે શખ્સો વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે ડખ્ખો થતા એક ભાગીદારે દસ્તાવેજ અને દલાલી મળી ગયા હોવા છતાં વધારાના ૫ લાખ રૂપિયાની માંગણી કરી યુવકને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, હળવદના વાણીયાવાડમાં રહેતા અને સર્વિસ સ્ટેશન ચલાવતા ચિંતનભાઇ જીતેન્દ્રકુમાર રાવલે ધર્મેન્દ્ર ચમનભાઇ ગોઠી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપી જમીન લે-વેચના વ્યવસાયમાં ટકાવારી મુજબ ભાગીદાર હતા. જમીનનો દસ્તાવેજ થઈ ગયા બાદ અને બંનેને દલાલી મળી ગઈ હોવા છતાં, આરોપી ધર્મેન્દ્રએ ફરિયાદી પાસે વધારાના ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ આ રકમ આપવાની ના પાડતા આરોપીએ ફોન પર ગાળાગાળી કરી હતી. ફરિયાદીએ કોલ કાપી નાખતા આરોપીએ ફરિયાદીના મિત્ર સુનીલભાઈ કણઝારીયાને ફોન કરીને ફરિયાદીના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી જાનથી મારી નાખવાનું કહેતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.