

વાંકાનેરના મહિકા ગામ નજીક જમીનના વેચાણ બાબતે બે શખ્સોએ યુવાન સહિતનાને માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે
સુરતના ઉનપાટિયા રાહત સોસાયટીમાં રહેતા ઈમુદિનભાઈ હબીબભાઈ બાદી એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતાના નામે મહિકા ગામે જમીન આવેલ હોય જે જમીન વેચાણ કરેલ હોય જેથી તેના દસ્તાવેજ સારું સુરતથી ઈમુદીનભાઈ બાદી અને તેના પિતા આવેલ હોય જેથી જમીન વેચાણ બાબતે આરોપી સીદીકભાઈ હબીબભાઈ બાદી અને ઉવેશભાઈ હબીબભાઈ બાદીને સારું નહિ લાગતા ઈમુદીનભાઈ તથા સાહેદો મહિકા થી કાનપર તરફ જતા હોય દરમિયાન રસ્તામાં આરોપી સીદીકભાઈ એ મોટર સાઈકલ આડું રાખી લોખંડના પાઈપ વડે અલ્ટો કાર જીજે ૦૩ એમઆર ૨૪૯૨ વાળીના દરવાજાના તથા આગલનો કાચ તોડી નાખી નુકશાન કરી અને ઈમુદીનભાઈ ને પાઈપ વડે માર મારી ઈજા કરી તેમજ પિતા સાહેદ હબીબભાઈને આરોપી સીદીકભાઈ એ માર મારી તથા આરોપી ઉવેશભાઈ એ લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી તથા મિત્ર સાહેદ મહેબુબભાઈને આરોપીઓએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.




