

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ પર અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાનને માર માર્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના પંચાસર રોડ પર રહેતા જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જુબેરને આરોપી શાહરૂખ ધાંચી રહે-મિલન પાર્ક વાવડી રોડ મોરબી વાળા સાથે સામું જોવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ગત તા. ૧૬ ના બપોરના અરસામાં જુબેર તથા સાહેદ બંને મોટર સાઈકલ લઈને લાતી પ્લોટ મેઈન રોડ પર કાળુંભાઈના ગેરેજ સામે પહોચતા તે વખતે સામેથી આરોપી શાહરૂખ પોતાની સ્વીફ્ટ ગાડી લઇ આવી તેમાંથી લોખંડનું ધારિયું લઇ નીચે ઉતરી જુબેર સાથે ગાળા ગાળી કરી તેમજ તેની પાસે રહેલ લોખંડના ધારિયા વડે ગંભીર ઈજા પહોચાડી તેમજ સાહેદને પણ ધારિયા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે




