રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી

 

રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી અજાણ્યા ચોર ઇસમેં કેબલ વાયર ચીરી કાપી નુકશાન કરી રૂ ૭૮ હજારથી વધુના કોપર વાયર કાઢી ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા અને એસન્ટ ઈલેક્ટ્રીફીકેશન એન્જીનીયર્સ કંપનીમાં એરિયા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નીરવભાઈ ભાણજીભાઈ કામળીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૧૦ ના રાત્રીના બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા પહેલા અજાણ્યા ચોર ઇસમેં રફાળેશ્વર નજીક આવેલ જેટકો સબ સ્ટેશન કેમ્પસમાં રાત્રીના દીવાલ ટપીને પ્રવેશ કરી કેમ્પસમાં ખુલ્લામાં પડેલ ૧૫૦૦ કિલો વજનના એલ્યુમીનીયમ પાવરના કેબલ ચીરી કાપી નુકશાની કરી હતી અને તેમાંથી અંદાજે રૂ ૭૮,૬૪૬ ની કિમતના કોપર વાયર કાઢી ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.