મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર વહેલી સવારે લાતીપ્લોટ વિસ્તારમાં પહોંચ્યા, સરપ્રાઈઝ વિઝીટ કરી  

 

મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર ઉત્તમભાઈ સુરાણી આજે વહેલી સવારે જ ગ્રાઉન્ડ પર ઉતરી આવી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે વહેલી સવારે લાતી પ્લોટ વિસ્તારની અચાનક મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન મેયર સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા તથા દંડક જયેશભાઈ દેસાઇ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

ટીમે લાતી પ્લોટ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રોડ-રસ્તાની વર્તમાન સ્થિતિનું જાતે (ગ્રાઉન્ડ ઝીરો પર) બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ચાલુ કામગીરી અને રોડની ગુણવત્તા અંગે તેમણે સ્થળ પર હાજર અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ હાજર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપી હતી કે, નિયત સમયમર્યાદામાં અને ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રસ્તાના તમામ કામો અત્યંત ગુણવત્તાયુક્ત રીતે પૂરા કરવામાં આવે. કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

 

 

 

Leave A Reply

Your email address will not be published.