



જેતપર આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થયા બાદ સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે બે દિવસની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત રાત્રીના મીટીંગમાં ખેડૂતોને સંબોધન કરતા આંદોલનકારી અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સગા ભાઈ રાકેશ અમૃતિયાએ બેફામ વાણીવિલાસ કર્યો હતો જેમાં તેઓ ભાષાની મર્યાદા ભૂલી ચુક્યા હતા અને ધમકીના સુર વાપર્યા હતા
મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સગા ભાઈ રાકેશભાઈ અમૃતિયા (કાળુભાઈ) ખેડૂતો સાથે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા અને આંદોલન પૂર્ણ થઇ ગયું છે જોકે આંદોલન પાર્ટ ૩ શરુ કરવા માટે સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે બે દિવસીય મીટીંગ યોજાઈ હતી જેમાં ગત રાત્રીના રાકેશ અમૃતિયાએ ખેડૂતોને સંબોધન કરતા બેફામ વાણીવિલાસ કર્યો હતો જેમાં તેઓ બોલી રહ્યા છે કે ગામમાં કોઈને આવવા દેવા નથી અને કોઈને ધમકી આપી હોય તો મને કહી દેજો, કયો ધમકી દેવા વાળો પેદા થયો છે મંત્રી, ધારાસભ્ય બધા ઘોડા જેવા થઇ ગયા છે ભેંસ ઘરે આવી તળાવમાં પડી રહે આ લોકો તો પાણી અહી પીને ત્યાં ઉલટી કરે છે ઝબ્બા ફાડી નાખવા છે , એકને નથી મુકવો. જો ખેડૂતોને પૂરું વળતર ન મળે તો મંત્રી લાલ ગાડીમાં રખડે છે તેને ૧૦૮ માં નાખવા છે કોઈની શરમ નથી રાખવાની
મારે ૨૦ દિવસ ભૂખ્યા રહેવું પડ્યું કહીને તેઓએ તત્કાલીન કલેકટર ઝવેરીએ ઓર્ડર આપ્યા તો ખેતર એના બાપના છે, અમારા બાપના છે અને કલેકટર માટે અપશબ્દોનો વરસાદ કરે છે જાહેરમાં તેઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે મંત્રીના સગા ભાઈ આવી રીતે જાહેરમાં બેફામ વાણી વિલાસ કરતા હતા અને ખુલ્લેઆમ ધમકીભર્યા સુર વાપરી રહ્યા હતા જે સભ્ય સમાજ માટે યોગ્ય ના કહેવાય
કલાકાર હકાભા ગઢવીએ ફરી વિડીયો મારફત નીલેશ એરવાડિયા પર પ્રહારો કર્યા
જેતપર ખેડૂત આંદોલન દરમિયાન હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશ એરવાડિયાની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો નિલેશ એરવાડિયાએ સરકાર સાથે ચર્ચા અને આંદોલન પૂર્ણ કરવા માટે કરોડો રૂપિયાની માંગણી કર્યાના આક્ષેપો કર્યા હતા બાદમાં નિલેસ એરવાડિયાએ પલટવાર કર્યા હતા જે મામલે હકાભાએ સ્પષ્ટતા કરતો વિડીયો સોશ્યલ મીડિયા પર મુક્યો છે જેમાં તેઓ જણાવે છે કે તે ડાયરો કરીને પરત જતો હતો ત્યારે મારી જ ગાડીમાં નિલેશ એરવાડીયા પેટ્રોલ પંપ સુધી આવ્યો હતો અને ત્યાં 25 કરોડ રૂપિયાની સરકાર પાસેથી લેવાની વાત કરી હતી આંદોલન સમિતિ, ખેડૂતો સહિત બધાની સાથે વિશ્વાસઘાત કરીને બધાને અંધારામાં રાખીને પૈસા માંગનારા નિલેશ એરવાડીયાને ખુલ્લો પાડવા માટે મેં જ નાટકીય ફોન કરીને ઓડિયો વાયરલ કર્યો હતો
નિલેશભાઈ એરવાડીયા કહી દે કે હું ખોટો છો અને હકાભા તમે સાચા છો તો મારી પાસે રહેલા પુરાવા મારે કોઈને ક્યાંય આપવા નથી બાકી ગમે તે આવે તેને પુરાવા આપવા માટે હું તૈયાર છું આંદોલન સમિતિ અને સમાજના આગેવાનો મારી પાસે આવે હું પુરાવા તેમને બતાવી દઈશ અને એ પુરાવા જાહેર થશે તો સમાજની બદનામી થશે આંદેલન તોડવા માટેના પ્રયત્નો નિલેશ એરવાડીએ કર્યા હતા તેના પુરાવા મારી પાસે છે, મને છાવણીએ આવતા નિલેશ એરવાડીયાએ રોક્યો હતો તેમ પણ હકાભા ગઢવી જણાવી રહ્યા છે