જેતપર ઉપવાસ આંદોલન મામલે ખેડૂતોને ચર્ચા માટે સરકારનું આમંત્રણ, ખેડૂતોએ આમંત્રણનો અસ્વીકાર કર્યો

સરકાર માંગણીઓ અંગે ચર્ચા-વિચારણા કરવા તૈયાર, આંદોલનનો અંત આવે તેવા સંકેત લેખિત પરિપત્ર મળે બાદમાં જ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર : ખેડૂત સમિતિ

 

મોરબીના જેતપર ગામે ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ૧૦ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મામલે રાજ્ય સરકારે આજે જીલ્લા કલેકટરને પત્ર લખી ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જોકે આમંત્રણ મળ્યાના ગણતરીના કલાકોમાં ખેડૂત સમિતિએ આમંત્રણનો અસ્વીકાર કરી લેખિત પરિપત્ર મળ્યા બાદ જ ચર્ચા માટે ગાંધીનગર જવા ખેડૂતોએ મક્કમતા દાખવી હતી

 

પત્ર સંદર્ભે આજે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે દ્વારા પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભલા ખેતરમાં નાખવા અંગે ધરણા ચાલી રહ્યા છે જે અંગે ખેડૂત સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં આવેલ માંગણીઓના આવેદન અંગે ખેડૂત સમિતિ સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યો સાથે ટેલીફોનીક અને રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી સરકાર ખેડૂતોના પ્રશ્ને પોઝીટીવ છે અને ખેડૂતોની માંગણીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે અને ખેડૂતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ખેડૂતોની સરકાર સાથે મુલાકાત અંગેનો તારીખ અને સમય હાલ નક્કી નથી પત્ર અંગે ખેડૂત સમિતિ સાથે ચર્ચા કરી સમય અને તારીખ નક્કી કરી ચર્ચા કરવામાં આવશે અને માંગણીઓનો ઉકેલ આવે અને આંદોલનનો સુખદ અંત આવે તેવા સંકેતો મળી રહ્યા છે

 

સરકારના ચર્ચા માટેના આમંત્રણ પત્ર અંગે આંદોલનકારી નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે સરકારે પરિપત્ર આપ્યો નથી ખાલી પત્ર લઈને sdm અને ડીવાયએસપી આવ્યા હતા જે પત્રનું વાંચન કરી અસ્વીકાર કર્યો છે SDM સાહેબ અગાઉ ૩-૪ વખત આવ્યા છે જેને મૌખિક રજૂઆત કરી તો ગાંધીનગર લેખિત માંગણીઓ મોકલવા જણાવ્યું હતું અને લેખિતમાં છ મુદાઓ આપ્યા છે રજૂઆત કરી છે જેમાં ૬ મુદાઓની રજૂઆતમાં સરકાર તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર છે કે કોઈ માંગણીઓમાં વઘઘટ કરવા માંગે છે તે જણાવ્યું નથી સરકાર લેખિતમાં માંગણીઓ અંગે જવાબ આપે તો ખેડૂતો ચર્ચા કરવા તૈયાર છે અને લેખિત પરિપત્ર મળ્યા બાદ જ ગાંધીનગર મળવા જશું તેમ જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.