ટંકારાના સેવાભાવી બાબુલાલ સિણોજીયા દ્વારા મુખ્યમંત્રીને ખેડૂત હિતમાં કરી મહત્વપૂર્ણ રજૂઆત

 

ટંકારા તાલુકાના એક સેવાભાવી યુવાન બાબુલાલા સિણોજીયા દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના ખેડૂતોને ઓનલાઈન અરજીઓ દરમિયાન પડતી ટેકનિકલ સમસ્યાઓ અંગે ધ્યાન દોર્યું છે.

રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં સરકારની વિવિધ યોજનાઓ માટે iKhedut તથા Digital Gujarat જેવા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે જો કોઈ ખેડૂતના નામે એકથી વધુ ખાતા નંબરોમાં જમીન હોય, તો સિસ્ટમમાં તમામ ખાતા નંબરો ઉમેરવાની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે ખેડૂત પાસે પૂરતી જમીન હોવા છતાં સિસ્ટમ  તેની સંપૂર્ણ જમીનની  લઈ કરતી નથી અને અનેક ખેડૂતો સરકારની યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે.

આ સમસ્યા ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે ગંભીર બની રહી છે. તેથી ઓનલાઈન પોર્ટલમાં જરૂરી ટેકનિકલ સુધારા કરીને એક જ ખેડૂતને એકથી વધુ ખાતા નંબરો ઉમેરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તમામ જમીનની યોગ્ય ગણતરી થઈ શકે અને કોઈપણ ખેડૂત માત્ર ટેકનિકલ ખામીના કારણે સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે. આ રજૂઆતમાં રાજ્ય સરકારને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક જરૂરી સુધારા કરવા તથા સંબંધિત વિભાગને યોગ્ય સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.