મોરબીમાં લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ

શહેર કોંગ્રેસના સંગઠન મંત્રીને મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરી 

 

મોરબી મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે જે આવકારદાયક છે પરંતુ નાના ધંધાર્થીઓના વેપાર રોજગાર છીનવાઈ રહ્યા છે જેને ધ્યાને લઈને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરી વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી છે

 

રજૂઆતમાં જણાવ્યું છે કે  છેલ્લા ઘણા સમયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે એ ખૂબ જ સારી વાત છે પણ ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓને તેમજ લારી ગલ્લાવાળાઓને લોન આપે છે આત્મનિર્ભર થવા માટે એવા ઘણા લોન લીધેલા ધંધાવાળા મોરબીની અંદર લારી લઈને બેઠા હતા જેને મહાપાલિકા તંત્રએ હટાવ્યા છે જેથી તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલ લોન ભરી શકે તેમ નથી વેપાર રોજગાર છીનવાઈ ગયા છે જેથી મહાપાલિકા દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી છે

Leave A Reply

Your email address will not be published.