

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી એ રાજ્યના મુખ્ય સચિવને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે ટંકારામાં સરકારી હોસ્પિટલ હોવા છતાં ટંકારા વિસ્તારના દર્દીઓ રામભરોસે છે. ગરીબ દર્દીઓને નાછૂટકે પ્રાઈવેટ હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે. સરકારી હોસ્પિટલના સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. હોસ્પિટલમાં યાંત્રિક સુવિધાઓ હોવા છતાં સ્ટાફ ના હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા મંજુર થયેલ જગ્યાઓ પૈકીની મોટાભાગની જગ્યાઓ ખાલી પડી છે. હોસ્પિટલમાં ડોકટરો, ટેકનીશીયનો, સહિતની ખાલી જગ્યાઓને કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોટા બીલ ચુકવવા પડી રહ્યા છે. ટંકારા તાલુકાની સરકારી હોસ્પિટલ પ્રત્યે સરકાર ઓરમાયું વર્તન દાખવતી હોવાના રોષ પણ લોકોના મુખે સાંભળવા મળી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના પ્રજાજનોના હિતને અગ્રતા આપીને આ મામલે તાત્કાલિક યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.