

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ વશરામભાઈ ચીકાણી ના સુપુત્ર બ્રિજેશકુમાર ધોરણ ૧૨ સાયન્સ ની પરીક્ષામાં બી ગ્રુપમાં ૯૯.૫૨ પીઆર સાથે ઉતીર્ણ થઈને સમગ્ર પોલીસ પરિવાર તથા ચીકાણી પરિવારનું ગૌરવ વધાર્યું છે. બ્રિજેશકુમારને પોલીસ પરિવાર તેમજ જીલ્લા પોલીસવડા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.