ખાનગી કંપની દ્વારા ટાવર લગાવતા લોકોમાં ભારે રોષ

ખાનગી મોબાઈલ કંપનીના ટાવર અંગે ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆત

મોરબીના ઘુનડા રોડ પરના સરદારનગર વિસ્તારના રહેવાસી મનીષભાઈ અગ્રાવતે લેખિત રજૂઆત કરી છે કે તેના મકાન સામેની સાઈડમાં આવેલ રવાપર ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ નીતિનભાઈ ભટાસણાનો પ્લોટ આવેલ છે જ્યાં સ્થાનિકોને જાણ કર્યા વગર ખાનગી  કંપની સાથે મળીને જીઓનો ટાવર ઉભો કરી દેવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરના રેડીએશનથી આસપાસના મકાન તેમજ શાળામાં નુકશાન થાય છે જેનાથી મનુષ્ય ઉપરાંત પશુ અને પક્ષીઓ માટે જીવના જોખમ ઉભા થઈ રહ્યા છે. મનુષ્ય અને પશુ-પક્ષીને થતા જોખમને પગલે જાગૃત નાગરિક દ્વારા ટાવર ઉભો કરનાર નોટીસ પાઠવવામાં આવી છે અને રેડીએશનથી નુકશાન થતું હોવાથી રિલાયન્સ ૪ જી ટાવર ઉભો કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરી દેવા પણ જણાવ્યું છે અન્યથા અસીલ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે આ ઉપરાંત તેને જિલાના તમામ ઉચ્ચ અધિકારોને રજૂઆત કરવામ આવી છે

Comments
Loading...
WhatsApp chat