

ટંકારાના નેકનામ રોડ, હમીરપર પાટીયા પાસે કારે વેગનઆરને ઠોકર મારતા ત્રણ લોકોને ફેકચર સહીત નાની મોટી ઈજાઓ થઇ હતી. ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાર્દીકભાઇ ગોપાલભાઇ તાડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યુ છે કે ફરિયાદી તેના ત્રણ મિત્રો સાથે કામ સબબ વેગનઆર નં- GJ 10 DE 2735માં જતા હોય, ત્યાં સામેથી આવતા ટ્રકને ઓવર ટેક કરી ટાટા કંપનીની પંચ ફોરવ્હીલ કાર નં. GJ 10 DR 0611 નાં ચાલકે સામેથી આવી ઠોકર મારતા ફરિયાદીને પગમાં ફેકચર તથા છાતીના ભાગે ઈજાઓ પંહોચી હતી. ફરિયાદી ઉપરાંત તેમના મિત્રો યોગેશભાઈ વિરાણી અને અશોકભાઈ વિરાણીને પણ નાની મોટી ઈજાઓ થઇ હતી. અકસ્માત કરી આરોપી પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો.

