

સમગ્ર સૌરાષ્ટ્રમાં જુલાઈ માસમાં સારો વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતોએ હોશભેર વાવણી કરી નાખી હતી પરંતુ ઓગસ્ટ માસમાં નહીવત વરસાદ વરસતા ઉભી મોલાત સુકાઈ રહી છે અને ઉભા પાક બચાવવા ખેડૂતોના હિતમાં સૌરાષ્ટ્રના ડેમો, ચેકડેમો અને તળાવો ભરી આપવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
ટંકારા- પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ ખેંચતા ઉભા પાકો સુકાઈ રહ્યા છે અને ઉભા પાકોને બચાવવા પાણીની ખાસ જરૂરિયાત છે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે ડેમ-ચેકડેમ કે તળાવો ખાલી હોવાને કારણે સુકાઈ રહેલા ઉભા પાકને પાણી મળે તેમ નથી અને બીજા સિચાઈના સ્ત્રોત ઓછા છે જેથી ખેડૂતોના હિતને ધ્યાને લઈને નર્મદા કેનાલ મારફત કે સૌની યોજના મારફત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ ડેમો-ચેકડેમો અને તળાવો ભરી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે