


તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે પ્રાણીજન્ય અને વાઈરલ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.સમગ્ર ગુજરાત રાજ્ય સ્વાઇન ફ્લુના ભરડામાં છે ત્યારે સ્વાઇન ફ્લુથી બચવા સારી તંદુરસ્તી માટે નવયુગ વિધાલય મોરબી અને નવયુગ સંકુલ વીરપર દ્વારા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૪૦૦૦ જેટલા વિધાર્થીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો તેમજ તમામ વિધાર્થીઓને માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.વિધાર્થીઓની તંદુરસ્તી તેમજ સારા સ્વાસ્થ્ય માટે વિનામૂલ્યે માસ્ક અને સ્વાઇન ફ્લુથી બચવા ઉકાળો વિતરણ મોરબીમાં સૌપ્રથમ શરૂઆત નવયુગ સંસ્થા દ્વારા કરવામાં આવી.