

ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી જે ખાસ સામાન્ય સભા માત્ર પાંચ મીનીટમાં જ પૂર્ણ કરવામાં આવી હતી
ખાસ સામાન્ય સભા મેયર અને કમિશ્નરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ગત સામાન્ય સભાના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તેમજ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ઘન કચરાના વ્યવસ્થાપન માટે સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં રજુ થશે સ્વચ્છતાહી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું હોવાની માહિતી મેયર દ્વારા આપવામાં આવી હતી મેયર દ્વારા મોરબીવાસીઓને સફાઈ અભિયાનમાં જોડાઈ મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા અપીલ કરવામાં આવી હતી