સ્કુલે એડમીશન ની ના પાડતા માતા દીકરી માટે અલગ સ્કુલ બનાવી
હાલ તેની દીકરી સાથે ૪૦ જેટલા દીવ્યગો લે છે શિક્ષણ



કેહવાય છે ને કે કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી અને અડગ મનના માનવની હિમાલય પણ નડતો નથી
એ ઉક્તિ ને યથાર્થ જાણે મોરબીની સુભાષનગરમાં રહેતા દુર્ગાબેન નરેશભાઈ કૈલાને કરી બતાવી છે દુર્ગાબેન ત્યાં એક દીકરાના જન્મ પછી દીકરીનો જન્મ થયો. નેહા નામની આ દીકરી માનસિક વિકલાંગ હોવાનું ખબર પડતા માતા એ હિમત ના હારી તેને પગભર બનાવા માતાએ કમર કસી પણ દીકરીને બે વખત ખાનગી સ્કુલમાં એડમીશનની ના પાડતા દુર્ગાબહેને પોતે જ પોતાની દીકરી માટે શાળા શરુ કરવાનું વિચાયું . આ માટે તેમણે માનસિક દિવ્યાંગ બાળકોને ભણાવવા માટેની છ મહિનાની તાલીમ લીધી અને ૨ બાળકો સાથે એક મકાનમાં શાળા શરુ કરી. ત્યારબાદ દર વર્ષે શાળામાં દિવ્યાંગ બાળકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. હાલમાં શનાળા રોડ પર શ્રી મંગલમૂર્તિ મંદબુદ્ધિ શાળા નું સંચાલન કરે છે જેમાં ૫ શિક્ષકો ૪૦ દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવે છે. બધા વાલીઓ ફી ભરી ન સકતા હોવાથી પણ આ માતા દિવ્યાંગ બાળકો ને સહકારથી અભ્યાસ કરાવે છે અને હિમત હારી નથી ફક્ત અભ્યાસ નહી પણ જેમ સામાન્ય બાળકો જુદી જુદી પ્રવતિઓ કરતા હોય છે તેમ અહી પણ અલગ અલગ તાલીમ આપવામાં આવે છે આ માતા જયારે સ્કુલ શરુ કરી ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ કેહવાય છે ને
