શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

 

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૦૪/૧૦/ ૨૦૨૬ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ નવ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.  પ્રમુખશ્રી પરિમલભાઈ ઠક્કર ના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૪/૦૯/૨૦૨૬ રાખવામાં આવેલ છે.

ફોર્મ મેળવવા તથા પરત આપવા માટેના સ્થળો

(૧)       દરીયાલાલ આલુ ભંડાર – નવાડેલા રોડ, મોરબી.- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮

(૨)       કેવિન ગેસ એજન્સી – નવા બસસ્ટેશન ની સામે,મોરબી–મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪

નો સંપર્ક કરવો.

આ સન્માન સમારોહ તારીખ ૦૪/૧૦/૨૦૨૬  ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખશ્રી પરિમલભાઈ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન શ્રી આકાશ કકકડનો સંપર્ક કરવો તેવી શ્રી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે.

Leave A Reply

Your email address will not be published.