મોરબીની વઢવાણીયા શેરીમાં સાસરીયાઓએ મારમાર્યાની ફરિયાદ

મોરબીના દરબારગઢ નજીક આવેલ વઢવાણીયા શેરીમાં દીકરાના નામ કરણ પ્રસંગે સસરીયા સાથે બોલાચાલી થયા બાદ સમાધાનની વાત કરવા આવે સાસરિયા પક્ષના સભ્યોએ લાકડી અને ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મોરબીની વઢવાણીયા શેરીમાં રહેતા મીતભાઈ માનસિંગભાઈ ગોહેલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે મિતભાઈની કુટુંબી ભત્રીજી ડીયા ડીલીવરી માટે તેના માતાપિતાના ઘેર આવેલ હોય ત્યારે ડીયાને દીકરાનો જન્મ થયેલ હોય અને આ દીકરાના નામ કરણ વખતે ડીયાના સાસરીયા સાથે બોલાચાલી થયેલ હોય ત્યાંથી ડીયાને તેડવા આવેલ ન હોય અને રાત્રીના એકાદ વાગ્યે ડીયાના સાસરી પક્ષવાળા સમાધાનની વાત કરવા આવેલ હોય ત્યારે બોલાચાલી ઝધડો થતા આરોપી અજયભાઈ લાલજીભાઈ ડોડીયાએ ફરિયાદી મિતભાઈને લાકડીનો ધોકોનો એક ઘા માથામાં મારેલ હોય તેમજ આરોપી જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી એ સાહેદ પીન્કેશભાઈને લાકડીનો ઘા માથામાં મારી ઈજા કરેલ હોય અને આરોપી મિત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણભાઈ પરસોતમભાઈ સોલંકીને ઢીકા પાટુંનો માર મારી ગાળો આપી હજુ વધુ માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી  એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.