મોરબી મહાનગરપાલિકામાં મેયર પસંદગી પૂર્વે મેયર દાવેદાર વિરુદ્ધ જમીન પચાવવાના ગંભીર આરોપ
જમીન લીધા બાદ પૂરું પેમેન્ટ નહિ કર્યાનો આક્ષેપ લોક દરબારમાં પણ રજૂઆત છતાં ન્યાય ના મળ્યો


મોરબી મહાનગરપાલિકા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે ભાજપે તમામ ૫૨ બેઠકો જીતી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને મેયર પદ માટે સતવારા સમાજ અગ્રણી ગણેશ ડાભીનું નામ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારે મેયર પદના દાવેદાર ગણેશ ડાભી વિરુદ્ધ એક વૃદ્ધે જમીન પચાવી પાડવાનો આક્ષેપ કર્યો છે જમીન લઈને પૂરું પેમેન્ટ નહિ આપ્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમજ આ મામલે સવા મહિના પૂર્વે લોક દરબારમાં રજૂઆત કરવા છતાં ન્યાય મળ્યો નથી
મોરબીના પંચાસર રોડ પર રહેતા નાનજીભાઈ છગનભાઈ નકુમે આરોપો લગાવતા જણાવ્યું છે કે ગણેશ ડાભી અને ડી એલ રંગપરીયા નાના માણસોને ભોળવીને ખોટા દસ્તાવેજો કરાવે છે નાનજીભાઈએ જણાવ્યું છે કે આ મામલે કોર્ટમાં કેસ ચાલુ છે મોરબીની જનતાને અપીલ છે કે સર્વે નંબર ૧૩૧૬ પૈકી ૧ અને ૪૫૧ સર્વે નંબરની જમીન પર કોઈએ વ્યવહાર કે ખરીદી કરવી નહિ જમીન લઈને પૂરું પેમેન્ટ કર્યું નથી પ્રશ્નનો નિકાલ નહિ આવે તો પરિવારના સભ્યો સાથે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને પરિવારના કોઇપણ સભ્ય પર દબાણ આવશે કે કાઈ થશે તેની જવાબદારી ડી એલ રંગપરીયા અને ગણેશ ડાભીની રહેશે
જે મામલે મેયર પદના દાવેદાર ગણેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે તેઓ જમીન મકાનનો ધંધો કરતા નથી જે મેટરની વાત કરે છે તે જૂની છે તેઓ મેયર પદના દાવેદાર હોવાથી રાજકીય કીન્નાર્ખોરી રાખી તેને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે




