મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો દ્વારા અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે સિલેકશન પ્રક્રિયા

 

ગ્રામ્ય ક્રિકેટ એસોસીએશન મોરબી દ્વારા તા. ૦૭ જુનને રવિવારે અન્ડર ૧૯ ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓનું સિલેકશન યોજાશે તા. ૦૭ જુનના રોજ સવારે ૧૦ : ૩૦ થી બપોરે ૧૨ કલાક સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ફ્લોરા ૧૭ પાસે, એસપી રોડ મોરબી ખાતે અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે

જે સિલેકશન પ્રક્રિયામાં ૦૧-૦૯-૨૦૦૭ થી ૩૧-૦૮-૨૦૧૦ કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવી છે સિલેકશન પ્રક્રિયામાં આવનાર ખેલાડીઓએ બ્લુ અથવા બ્લેક ટ્રેક અને ટી શર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ તેમજ પોતાની ક્રિકેટ કીટ સાથે ફરજીયાત આવવાનું રહેશે ખેલાડીઓએ ૨ ફોટોગ્રાફ (ફીઝીકલ અને ૧ સોફ્ટ કોપી) એજ્યુકેશન આઈ કાર્ડ, બર્થ સર્ટીફીકેટ, રેસીડેન્ટ પ્રૂફ, આધાર કાર્ડ તેમજ છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ, પાન કાર્ડ અને કેન્સલ ચેક લઇને આવવાના રહેશે બધા ડોક્યુમેન્ટ પીડીએફ ફાઈલ કરી પેન ડ્રાઈવમાં સાથે લાવવાના રહેશે

 

Leave A Reply

Your email address will not be published.