મોરબી મહાનગરપાલિકા દ્વારા “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર”નું આયોજન

 

શહેરી વિકાસ વિભાગ તથા પેયજળ અને સ્વચ્છતા વિભાગ, ભારત સરકારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ પંચમુખી હનુમાનજી મંદિર હોલ, મોરબી ખાતે “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

સફાઈમિત્રોના આરોગ્ય, સુરક્ષા, કલ્યાણ તથા તેમના પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાયેલ આ શિબિરમાં સફાઈમિત્રોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન National Level Webcast નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈમિત્ર સુરક્ષા, સન્માન અને કલ્યાણ અંગેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સફાઈમિત્રો અને તેમના પરિવારજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG જોડાણ, આયુષ્માન ભારત (PM-JAY) હેઠળ આરોગ્ય કાર્ડ તથા સૌભાગ્ય યોજના હેઠળ વીજ જોડાણ સહિતની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.