ભાગ્યલક્ષ્મી સોસાયટીના યુવાનના બેંક ખાતામાંથી રૂ ૯૮ હજારની રકમની છેતરપીંડી

 

સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાનના બેંક ખાતામાંથી યુપીઆઈ આઈડી મારફત રૂ ૯૮ હજારની રકમ મેળવી યુવાન સાથે છેતરપીંડી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

મોરબી ૨ વેજીટેબલ રોડ પરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિરેનગીરી દિલીપગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૯) વાળાએ બેંક ઓફ ઇન્ડિયા બેંક ખાતાના ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૧૦ ના રોજ બપોરે ફરિયાદી હિરેનભાઈ પોતાના ઘરે હોય ત્યારે તેના બેંક ઓફ ઇન્ડિયા ગ્રીન ચોક બ્રાંચના એકાઉન્ટમાંથી આરોપી બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટમાં યુપીઆઈ ફોન પે આઈડી મારફત યેનકેન પ્રકારે રૂ ૯૮,૦૦૦ ની રકમ મેળવી છેતરપીંડી આચરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.