મોરબી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર કચરો સળગાવી દેવાતો હોવાથી રોષ, રહીશો હેરાન પરેશાન
મૃત પશુઓના નિકાલથી સ્થાનિકોને આરોગ્ય પર ખતરાનો ભય ડેપ્યુટી કમિશ્નરે આગ માટે નાગરિકોને જવાબદાર ઠેરવી દીધા ?




મોરબી મહાનગરપાલિકાની લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે કચરા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે આગ લગાવી દેવામાં આવતી હોય છે જેથી બેફામ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તો કચરામાં આગ લાગવા માટે ડેપ્યુટી કમિશનરે નાગરિકોને જ જવાબદાર ઠેરવી પોતાના હાથ ખંખેરી લીધા હતા કચરો લેતા જતા ટ્રેક્ટરમાં કોઈ સળગતો કચરો નાખી દેતું હોય તો આગ લાગી સકે તેવો જવાબ આપી પોતાની જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યો છે
મોરબીના લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર અનેક દિવસોથી કચરો સળગી રહ્યો છે અને મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર ટીમને સુચના આપવામાં આવતા બે દિવસથી અગ્નિશમન કામગીરી કરવામાં આવી રહી હોવાનું ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું જોકે આજે રીયાલીટી ચેક કરતા સ્થળ પર ફાયર ટીમ જોવા મળી ના હતી અને બે દિવસથી અગ્નિશમન કામગીરી ચાલતી હોવાનો ડેપ્યુટી કમિશ્નરના દાવાની હવા નીકળી ગઈ હતી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવતો નથી અને સળગાવી દેવામાં આવે છે તેમજ મૃત પશુઓના નિકાલ અહી કરવામાં આવતા હોવાથી બેફામ દુર્ગંધ ફેલાય છે કચરો સળગાવતા હવાનું પ્રદુષણ ફેલાય છે જેથી આસપાસમાં આવેલ રહેણાંક વિસ્તારોના રહીશો, ફેક્ટરી સંચાલકો અને સ્ટાફ હેરાનગતિ ભોગવી રહ્યા છે એટલું જ નહિ ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવે તો જીપીસીબી ટીમ તુરંત દોડી જઈને દંડ અને ક્લોઝર નોટીસ જેવી કામગીરી કરતી હોય છે પરંતુ અહી મહાપાલિકા તંત્રની જવાબદારી આવે છે ત્યારે જીપીસીબી ટીમ પણ પ્રદુષણ સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે
રફાળેશ્વર જગ્યા રેલ્વેને સોપવાની હોવાથી અન્ય જગ્યા મળતા પ્રોસેસિંગ યુનિટ બનાવશું : ડેપ્યુટી કમિશ્નર
ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે મહાપાલિકાની બે ડમ્પિંગ સાઈટ રફાળેશ્વર અને લાલપર ગામ ખાતે આવેલ છે જેમાં રફાળેશ્વર વાળી જગ્યા રેલવેને સોપવાની હોવાથી નવી જગ્યા મળ્યે ત્યાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવશે હાલ લાલપર ગામ નજીક સાઈટ પર છ માસથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો કચરામાં આગ બાબતે પૂછતા જણાવ્યું હતું કે નાગરિકો કચરો ફેકે ત્યારે આગ લાગેલી હોય અને કચરો ટ્રેક્ટરમાં સળગતો રહે છે અને તે કચરાનો સાઈટ પર નિકાલ થતા આગ લાગી જતી હોય છે અને બે દિવસથી ફાયર ટીમને આગ પર કાબુ મેળવવા સુચના આપી છે અને બે દિવસથી કામગીરી ચાલુ છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવાય ત્યા સુધી કામગીરી ચાલુ રહેશે



