રાષ્ટ્રીય કક્ષાના મેડલ વિજેતા ખેલાડીઓને રૂ. ૨,૫૦૦ની શિષ્યવૃત્તિ અને ભાગ લેનાર ખેલાડીઓને રૂ. ૨,૦૦૦ની વૃતિકા

 

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષે S.G.F.I. (શાળાકીય) તથા એસોસિએશનની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે શિષ્યવૃત્તિ તથા વૃતિકા આપવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરનાર પાત્ર ખેલાડીઓને રૂ. ૨,૫૦૦/- શિષ્યવૃત્તિ, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને રૂ. ૨,૦૦૦/- વૃતિકા આપવામાં આવે છે.

 

વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરનાર પાત્ર ખેલાડીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઇટ http://www.sportsauthority.gujarat.gov.in પર જઈ ફરજિયાતપણે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા તા. ૩૦/૧૨/૨૦૨૬ સુધીની રહેશે. પાત્ર ખેલાડીઓને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવા જિલ્લા રમતગમત અધિકારી કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રમતગમત અધિકારી કચેરી, મોરબીનો સંપર્ક કરવાનો રહેશે.

Leave A Reply

Your email address will not be published.