રાજકોટ એસઓજી ટીમે બે કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી લીધા

રીક્ષા અને ગાંજા સહીત ૩.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

 

રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાંજાની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ૧ લાખથી વધુની કિમતનો ગાંજો, રીક્ષા અને મોબાઈલ સહીત ૩.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઈમ ભરત બી બસિયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ખરીદ વેચાણ અને સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી

જે અન્વયે એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એસ ડી ગીલવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી કે ઝાલા, ફિરોજ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની ટીમે બાતમીને આધારે કુવાડવા વાંકાનેર રોડ પર સણોસરા ગામ જવાના રસ્તેથી કેબીન પાસે જાહેરમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા શરદ ઉર્ફે શિવો દિલીપ ભરખડા અને સોયબ ઈમ્તિયાઝ ચૌહાણ રહે બંને રાજકોટ વાળાને ઝડપી લઈને ગાંજો ૨ કિલો ૧૯૩ ગ્રામ કીમત રૂ ૧,૦૯,૬૫૦, બે મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦, રીક્ષા કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૩,૨૦,૦૩૦ નો મુદામાલ કબજે લીધો છે

Leave A Reply

Your email address will not be published.