રાજકોટ : સમસ્ત મહાજન દ્વારા કેકેવી હોલ ખાતે નિશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ


સદગુરુ દેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમની શુભ નિશ્રામાં, દેવાનુપ્રિય દાતા શ્રીમતી મધુબેન પ્રમોદભાઈ દેસાઈ, હસ્તે:-શ્રી અમિતભાઈ દેસાઈ તરફથી…રાજકોટના રાજમાર્ગ એવાં કાલાવડ રોડ,કે.કે.વી હોલ પાસે નિઃશુલ્ક ઠંડી છાસ વિતરણ કેન્દ્રનો શુભારંભ રાજકોટ-૬૯નાં લોકપ્રિય, સેવાભાવી ધારાસભ્ય બેન શ્રી ડૉ. દર્શિતાબેન શાહના વરદ્ હસ્તે કરેલ.
આ સેવાકીય સત્કાર્યનાં શુભારંભ અવસરે રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘનાં ઉપપ્રમુખ શ્રી બીપીનભાઈ પારેખ, સત્કાર્ય સેવા સમિતિના સંયોજક શ્રી રાકેશભાઈ ડેલીવાળા, યુવા ભાજપ અગ્રણી શ્રી મોનિલભાઈ શાહ ,વિશ્વ વણીકના શ્રી પ્રશાંતભાઈ, જાણીતા બિલ્ડર શ્રી રુદ્રેશભાઈ ગાંધી આદી સેવાભાવી ઉપસ્થિત રહી આ કાર્યને બીરદાવી ખુબ ખુબ અનુમોદના કરી હતી.
ભરઉનાળે બળબળતા તાપમાં લોકોની જઠરાગ્નિ ઠારવા માટે સતત ચાર વર્ષથી સમસ્ત મહાજન સંચાલિત પ્રખર જીવદયાપ્રેમી શ્રી કેતનભાઈ સંઘવી જહેમત તથાં મહેનત ઉઠાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષથી ચાલતા છાશ વિતરણ કેન્દ્રને મંડપ તથાં ટેબલ આદી વસ્તુની ફ્રી સર્વિસ આપી એવર માસ્ટર મંડપ સર્વિસનાં શ્રી અમિતભાઈ દોશી આ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયાં છે. કેતનભાઈ સંઘવી સાથે નીતિનભાઈ મહેતા તથા સમગ્ર ટીમ પોતાના સમયનું અનુદાન આપી પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે.આ છાસ કેન્દ્રનો લોકો સારાં પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. “છાશ” પીને “હાશ” નો અનુભવ કરી આશીર્વાદ આપી રહ્યા છે.


