મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારની ૩-ત્રણ જગ્યાએથી રેતીનુ ગેરકાયદેસર ખનન પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર  અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી. સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.

 

દરમ્યાન P.S.I.  બી.સી.મીયાત્રા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, અનિરુધ્ધસિંહ જાડેજા, અતુલભાઇ ડાભી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમાર નાઓને મળેલ ચોકકસ હકિકત આધારે (૧) મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોસીંગ કરતા ઇસમોને ડમ્પર ત્રણ જે.સી.બી. એક મળી કુલ રૂ.૧,૧૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તથા (૨) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના જાખણ ગામેથી મહાવિરસિંહ રાણા ને ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનુ ખનન કરતા ડમ્પર – બે, હીટાચી – એક મળી કુલ રૂ.૧,૦૦,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે તેમજ (૩) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોડીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતીનુ ખનન કરી વોસીંગ પ્લાન્ટ ચલાવતા ભરતભાઇ ભરવાડ નાઓને લોડર/ડમ્પર – આઠ મળી કુલ રૂ.૨,૫૦,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એમ કુલ લોડર/ડમ્પર – તેર, હિટાચી/જેસીબી – બે મળી કુલ રૂ.૪,૬૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીશ્રીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને લગત પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

 

Leave A Reply

Your email address will not be published.