રાજકોટ રેંજ ટીમની ખનીજ ચોરો પર તબાહી, જામનગરના ખીમરાણા ગામની સીમમાંથી ૧.૦૨ કરોડનો મુદામાલ જપ્ત

 

જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવી.પો.સ્ટે. વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રુપારેલ નદીમાંથી ગેરકાયદેસર ખનીજ રેતી ચોરી કરતા ઇસમોને જે.સી.બી. – ૨, ટ્રેકટર ટ્રોલી -૬ મળી કુલ રૂ.૧,૦૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ રાજકોટ રેંજ ટીમે ઝડપી લીધો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.

દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે P.S.I. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓએ જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવી. પો.સ્ટે. વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રુપારેલ નદીમાંથી કસુરદાર દયાળજીભાઈ માંડવિયા રહે.ખીમરાણા જી.જામનગર નાઓ ગેરકાયદેસર ખનીજ રેતીની ચોરી કરતો હોય હકિકત વાળી જગ્યા પરથી (૧) જેસીબી વાહન નંબર જીજે૦૩એટી૯૨૧૪ ડ્રાઇવર શાંતીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા રહે.ખીમરાણા જી.જામનગર (ર) જેસીબી વાહન નંબર જીજે૧૨એએન૯૫૨૧ ડ્રાઇવર આકાશ દયાળજીભાઇ માંડવીયા રહે. ખીમરાણાન જી.જામનગર (૩) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦કે૧૯૮૧ ડ્રાઇવર કાન્તીયા ધના કિરાડ રહે. ઠેબા ગામ (૪) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦એએમ૧૯૯૫ ડ્રાઇવર સેવલા કીરાડ રહે.ઠેબા ગામ (૫) ટ્રેકટર વાહન ચેસીસનંબર CSASE9559553 ડ્રાઇવર અજય જુથસિહ કિકરીયા રહે.ખીજળીયા (૬) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦વાય૨૨૦૫ ડ્રાઇવર દયાળજીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા રહે.ખીમરાણા જી.જામનગર (૭) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦એએમ૧૫૯૯ ડ્રાઇવર ટાવેડીયા ધનાભાઇ રાઠવા રહે.ઠેબા ગામ (૮) ટ્રેકટર વાહન નંબર જીજે૦૯એડી૦૫૫૨ ડ્રાઇવર ગીયાનભાઇ ધનાભાઇ કેરાળ રહે.ઠેબા ગામ નાઓ મળી આવતા ઉપરોકત જેસીબી – ૪, તથા ટ્રેકટર ટ્રોલી સહીત – ૬ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ખાણખનીજ અધિકારી તથા પંચકોષી-એ ડિવી.પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી સોંપી આપેલ છે.

 

Leave A Reply

Your email address will not be published.