મોરબીના રામપર ગામે સુંદરીભવાની માતાના મંદિરમાંથી દાગીના અને રોકડ સહીત ૬.૦૨ લાખની ચોરી

 

રામપર (નવા નાગડાવાસ) ગામમાં આવેલ સુંદરીભવાની માતાજીના મંદિરના ગર્ભગૃહમાંથી અજાણ્યા ચોર ઇસમોએ સોના-ચાંદીના દાગીના અને ચાંદીની મૂર્તિ તેમજ રોકડ સહીત કુલ ૬ લાખથી વધુનો મુદામાલ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

રાજકોટના સરદારનગર મેઈન રોડ મવડી પ્લોટમાં રહેતા મૌલિકભાઈ કરશનભાઈ રાઠોડે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા ચોર ઇસમોએ ગત તા. ૨૬ ઓગસ્ટના રાત્રીના નવ વાગ્યાથી તા. ૨૭ ઓગસ્ટના સવારે ૬ સુધીના સમય દરમિયાન મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ગામના રાઠોડ પરિવારના કુળદેવી શ્રી સુંદરીભવાની માતાના મંદિરના પરિસર અને ગર્ભગૃહમાં તાળાના નકુચો તોડી ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હતો ગર્ભગૃહમાં માતાજીના મૂર્તિ ઉપર ચડાવેલ નાના મોટા વજનના સોના ચાંદીના દાગીના અને ચાંદીની મૂર્તિ મળીને રૂ ૬ લાખ તેમજ રોકડ રૂ ૨૫૦૦ સહીત કુલ રૂ ૬,૦૨,૫૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.