મોરબીમાં ઓનલાઈન દવાઓ અને નિયમોનો વિરોધ, શહેરના ૧૫૦ મેડીકલ સ્ટોરે બંધ પાળ્યું

 

આજે ઓનલાઈન દવાઓના વેચાણ તેમજ નિયમોના ભેદભાવ મામલે મોરબીમાં પણ મેડીકલ સ્ટોર સંચાલકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો મોરબી શહેરના ૧૫૦ જેટલા મેડીકલ સ્ટોર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો મેડીકલ સ્ટોર સંચાલકોએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે જેમાં પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક દવાઓનું વેચાણ થઇ રહ્યું છે તેમજ મેડીકલ સ્ટોરને કાયદા લાગુ પડે છે તે ઓનલાઈનને લાગુ નથી પડતા જેના વિરોધમાં આજે બંધ પાળ્યું હતું

Leave A Reply

Your email address will not be published.