મોરબી : પર્યાવરણ જાળવણી સાથે સ્વસ્તિક ગ્રુપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી, વિવિધ કાર્યક્રમોની વણઝાર 

 

મોરબીની પારેખ શેરીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વર્ષ ૨૦૦૮ થી સતત ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ૧૦ દિવસ દરરોજ મહાઆરતી ઉપરાંત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે

ગણેશોત્સવ દરમિયાન સેવાકીય,સાંસ્કૃતિક અને ધાર્મિક રાત્રી કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે,

જેની વિગતો નીચે મુજબ છે

તા.૧૬/૦૯ – રક્તદાન કેમ્પ (૮૪ બોટલ એકત્ર થયેલ)

તા.૧૭/૦૯- આનંદ નો ગરબો

તા.૧૮/૦૯- બેસ્ટ આરતી પ્રત્યોગીતા

તા.૧૯/૦૯ – માતાજીનો માંડવો

તા.૨૦/૦૯- બાળકો માટે રમત-ગમત

તા.૨૧/૦૯- ભજન સંતવાણી

તા.૨૨/૦૯-સત્યનારાયણ ભગવાનની કથા

તા.૨૩/૦૯- વેશભૂષા

તા.૨૪/૦૯ -રાત્રે 8:00કલાકે મહાઆરતીનું આયોજન

તા.૨૫/૦૯-બપોરે એક કલાકે વિસર્જન યાત્રા

 

👉🏻પર્યાવરણ જાળવણીનો વિશેષ સંદેશ (પ્લાસ્ટિક મુક્ત ગણેશોત્સવ):

👉🏻આ વર્ષે સ્વસ્તિક ગ્રુપ દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન પ્રસાદ વિતરણ કે મંડપના અન્ય કોઈ પણ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે વર્જિત રાખવામાં આવ્યો છે.

👉🏻સ્વસ્તિક ગ્રુપના આયોજકોએ તમામ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય ઉત્સવમાં સહભાગી બની ગણપતિ બાપાના આશીર્વાદ લેવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે

 

ભવદિય

નામ – કિશનભાઈ જશવંતભાઈ પારેખ

મોબાઈલ નંબર-8735-854321

સ્વસ્તિક ગ્રુપ ગણેશ મહોત્સવ સમિતિ

Leave A Reply

Your email address will not be published.