મોરબીની પી જી પટેલ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પોશાક ધોતી અને કુર્તામાં ગણપતિ મહારાજની મહાઆરતીનું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે સમાપન ગજાનંદ ગણપતિ મહારાજની ભાવભીની વિદાય

 

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તા 15/09/2026 ના રોજ ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય આગમનથી ગણેશ મહોત્સવ ની રંગે ચંગે શરૂઆત થઈ હતી. ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકો એ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી

ગણપતિ મહોત્સવ અંતર્ગત  ભગવાનશ્રી ગણપતિ મહારાજને કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા ૫૬ ભોગ અંતર્ગત અનેકવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મહોત્સવના અંતિમ દિવસે પણ ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકો એ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. આ આ પ્રસંગે કોલેજના આમંત્રિત મહેમાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સાંજે આરતી બાદ  કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા અને નાચ ગાન  સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ  તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓના સહયોગથી ઉપરોક્ત પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે આયોજિત થયો હતો તેમજ કોલેજના વિદ્યાથીઓ માટે અવિસ્મરણીય બની રહ્યો.

 

Leave A Reply

Your email address will not be published.