


હળવદ પાલિકાના વોર્ડ નંબર ૧ ના સભ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલાએ ચીફહોફિસરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે હળવદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના લોકોને સુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળી રહે તેવા શુભાશયથી વોટર એ.ટી,એમ. મશીન નો મોટા પાયે પ્રચાર કરીને ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું અને ત્યાર બાદ થોડા દિવસોમાં આ મશીન બંધ થઇ ગયેલ અને જે આજદિન સુધી બંધ છે.જેથી આ મશીન હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. હાલમાં કાળઝાળ ઉનાળાની ગરમી પડે છે એટલે હાલ આ મશીન ની ખાસ જરૂરિયાત છે આવા સમયે જો આવા સમયે આ મશીન નો ઉપયોગ ન થાય તો આ મશીન મુકવાનો ઉમદા ઉદેશ્ય માર્યો જાય છે. આ મશીન દેખરેખ રાખનાર તેમજ મેઇનટેન્સ કરનાર કમ્પની ને નોટીસ મોકલી તાત્કાલીક લોકહિતમાં નિર્ણય લઈ જરૂરી કાર્યવાહી કરી વોટર એ.ટી.એમ મશીન પુન: ચાલુ થાય તેવી અમારી અરજ છે.




